મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: દેવગઢ બારીઆમાં મહિલાએ જાહેરમાં પૂર્વ મંત્રી બચુ ખાબડનો ઉધડો લીધો, સરપંચ પર કર્યા આ ગંભીર આક્ષેપ

દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆમાં પૂર્વ મંત્રી બચુ ખાબડનો જાહેરમાં મહિલાએ ઉધડો લીધો હતો

દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆમાં પૂર્વ મંત્રી બચુ ખાબડનો જાહેરમાં મહિલાએ ઉધડો લીધો હતો.  મોટી મંગોઈ ખાતે જાહેર કાર્યક્રમમાં બચુ ખાબડ સામે મહિલાએ સરપંચ પર ગંભીર આક્ષેપ કરતાં કાર્યક્રમમાં સોંપો પડી ગયો હતો. મહિલાએ કૂવો મંજૂર કરવા માટે સરપંચને રૂપિયા આપ્યા હોવાનો દાવો કર્યો હતો. આ મામલે બચુખાબડ અને મહિલા વચ્ચે ભારે રકઝક થઈ હતી. આ સમગ્ર ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. 

આ સમાચાર શેર કરો