મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: પ્રભારી મંત્રી નરેશ પટેલે પૂર સ્થિતિની કરી સમીક્ષા

વલસાડમાં વરસાદ બાદ સર્જાયેલી પરિસ્થિતિનો તાગ મેળવવા પ્રભારી મંત્રી નરેશ પટેલે ઉચ્ચ અધિકારીઓ સાથ

તસવીર: gstv

વલસાડમાં વરસાદ બાદ સર્જાયેલી પરિસ્થિતિનો તાગ મેળવવા પ્રભારી મંત્રી નરેશ પટેલે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. મંત્રીએ રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરી અધિકારીઓને જરૂરી સૂચનો આપ્યા હતા. સ્થળાંતર કરાયેલા લોકોને પૂરતી સુવિધા અને તમામ જરૂરી વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા તાકીદ કરવામાં આવી છે. આગામી સમયમાં ઊભી થતી પરિસ્થિતિને પહોંચી વળવા આગોતરું આયોજન કરવા અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. તંત્રને અસરગ્રસ્ત વિસ્તારોમાં સતત સતર્ક રહી કામગીરી ઝડપી બનાવવા નિર્દેશ અપાયા છે.

આ સમાચાર શેર કરો