VIDEO: 39મી રથયાત્રા: ભાવનગરમાં ભગવાન જગન્નાથજી નગર ચર્યાએ નીકડ્યા, 17.5 કિ.મી રૂટ પર ફરશે
વહેલી સવારે મંગળા આરતી બાદ ભગવાનને રથમાં બિરાજમાન કર્યાં પછી સામાજીક રાજકીય આગેવાનો, સંતો-મહંતોની ઉપસ્થિ

વહેલી સવારે મંગળા આરતી બાદ ભગવાનને રથમાં બિરાજમાન કર્યાં પછી સામાજીક રાજકીય આગેવાનો, સંતો-મહંતોની ઉપસ્થિતિમાં સોનાની સાવરણીથી છેડાપોરા અને પહિન્દ વિધિ સંપન્ન થયાં બાદ રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
ભાવનગરના રાજવી પરિવાર રથયાત્રામાં ઉપસ્થિત રહ્યા નથી
રથ પ્રસ્થાન થયાંની સાથે માજી સૈનિક સંગઠન દ્વારા બેન્ડ અને બ્યૂગલની સલામી સાથે નિજ મંદિરથી જગન્નાથજી, સુભદ્રાજી અને બલરામજીના રથનું પ્રસ્થાન થયું હતું. પરંપરાગત રીતે ભાવનગરના મહારાજા દ્વારા પહિન્દ અને છેડા પોરા વિધિ કરવામાં આવે છે, તાજેતરમાંજ રાજ પરિવારના શીવભદ્રસિંહજી ગોહિલનું નિધન થયું હોવાથી આ વખતે રથયાત્રામાં રાજ પરિવાર ઉપસ્થિત રહ્યો નહોતો. રાજ પરિવારે અષાઢી બીજ અને રથયાત્રાના પવન અવસરે ભાવનગરની જનતાને જય જગન્નાથ પાઠવ્યા હતા.
ભાવનગર શહેર જગન્નાથમય બન્યું
અખંડ બ્રહ્માંડના નાથના દર્શન માટે વહેલી સવારથી હજારોની સંખ્યામાં માધવ ભક્તોના ભગવાનેશ્વર મંદિરે ઉમટયા હતા. 'જય જગન્નાથ, નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કી, ડાકોરમાં કોણ છે, રાજા રણછોડ છે'ના જયઘોષથી વાતાવરણ ગૂંજી ઉઠયું હતું. શહેરના 17.5 કિ.મીના રૂપમાં ભગવાન જગન્નાથજી, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી નગરચર્યા કરશે. ભગવાનને પોતાના આંગણે આવકારવા ભક્તો આતુર છે.






