Video: વડોદરામાં કાંસ પર ગેરકાયદે દબાણો સાથે ખદબદતી ગંદકી, મનપા ઘોર નિદ્રામાં
વડોદરા મનપાની વધુ એક બેદરકારી સામે આવી છે. મકરપુરા ર
વડોદરા મનપાની વધુ એક બેદરકારી સામે આવી છે. મકરપુરા રોડ પરની જીઆઇડીસીની વરસાદી કાંસ પર ગેરકાયદે દબાણો થયા છે, આ સાથે જ કાંસમાં ખદબદતી ગંદકીને લીધે તીવ્ર દુર્ગંધ ફેલાઈ રહી છે અને ક્યાંક તો આખે આખી કાંસ જ દેખાવાની અદ્રશ્ય થઈ ગઈ છે. પાલિકાના સત્તાધીશો આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવે તેવી સ્થાનિકોની માંગ છે.
વડોદરાના મકરપુરા રોડની જીઆઈડીસીની વરસાદી કાંસ પર દબાણો થયા છે. આ વિસ્તારમાંથી પસાર થતી વરસાદી કાંસ પર તંત્રના પાપે દબાણોનો રાફડો ફાટ્યો છે. કાંસમાં કચરો પણ ભરાઇ ગયો છે તો ક્યાંક કાંસ જ ગાયબ થઈ ગઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. ગત વર્ષે વરસાદની સિઝન દરમિયાન પાણીનો યોગ્ય નિકાલ નહીં થતા પાણી રસ્તા પર આવી ગયા હતા. આ સમસ્યાને ગંભીરતાથી લેવાને બદલે પાલિકાની દબાણ શાખા અને વોર્ડ ઓફિસ ઘોર નિંદ્રામાં છે. પાલિકાના સત્તાધીશો આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવે તેવી સ્થાનિકોની માંગ છે. આ કાંસમાંથી કચરો સાફ કરવામાં નહીં આવે તો રોગચાળો ફેલાવાની ભીતિ પણ સેવાઇ રહી છે.






