VIDEO: રાણપુરના દેવગણા ગામે ગેરકાયદે ખનન મામલે કલેક્ટર કચેરીએ આવેદન, કાયદેસરની કાર્યવાહી કરવા માગ
બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના દેવગણા ગામે રાજશાહી વખતથી દલિત સમાજને ફાળવવામાં આવેલી વાડાન
બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના દેવગણા ગામે રાજશાહી વખતથી દલિત સમાજને ફાળવવામાં આવેલી વાડાની જમીન પર માટી ચોરીનો મોટો વિવાદ સર્જાયો છે. માથાભારે શખ્સો દ્વારા જેસીબી અને 35થી વધુ ટ્રેક્ટરો વડે ગેરકાયદે ખનન કરી માટીની ચોરી કરવામાં આવતી હોવાની ફરિયાદ કરી છે. જો કે બાદમાં ખાણ-ખનીજ વિભાગે કામગીરી અટકાવી હતી, પરંતુ અધિકારીઓના ગયા બાદ ફરી ચોરી શરૂ થઈ ગઈ છે.
વારંવારની રજૂઆતો છતાં ઉકેલ ન આવતા અંતે સમાજના લોકોએ કલેક્ટર કચેરીએ પહોંચી આવેદનપત્ર પાઠવ્યું હતું અને માથાભારે તત્વો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી છે.


