મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: બોટાદ જિલ્લામાં તાંત્રિક વિધિના નામે લાખોની છેતરપિંડી, પરિવારને ડર બતાવી રોકડ-દાગીના સેરવી લીધા

બોટાદ જિલ્લામાં તાંત્રિક વિધિના નામે છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે

બોટાદ જિલ્લામાં તાંત્રિક વિધિના નામે છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. નાગલપર ગામના ત્રણ શખ્સોએ ભુવાની આડમાં એક રત્નકલાકાર અને તેના પરિવારને વશમાં કરી લાખો રૂપિયાનું સોનું અને રોકડ રકમ પડાવી છે. વર્ષો જુની ઓળખાણનો લાભ લઈ આરોપીઓએ પહેલા રોકડ રૂપિયા ઉછીના લીધા અને બાદમાં તાંત્રિક વિધિના નામે પરિવારને વિશ્વાસમાં લીધો હતો.ભુવા દ્વારા મેલીવિધિ, ટોટકા અને ધાર્મિક વિધિઓ કરીને પરિવારને ડર બતાવી દાગીના અને રોકડ મળી કુલ અંદાજે 16 લાખથી વધુની રકમ લઈ લીધી હતી, પરંતુ વારંવાર માંગણી છતાં રૂપિયા અને દાગીના પરત ન આપતા છેતરપિંડી બહાર આવી છે. 

આ સમાચાર શેર કરો