મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રાજકોટ/ સાયલામાં ગેરકાયદે પથ્થરની ખાણો પર IGના દરોડા, સ્થાનિક પોલીસ કર્મચારીઓની સંડોવણીની ચર્ચા

સાયલા તાલુકાના સુદામડા વિસ્તારમાં બ્લેક પથ્થરની બે ગેરકાયદેસર ખાણો ઝડપાતા ખનિજ વિભાગ અને રાજકોટ રેન્જ આઈજીની

તસવીર: GSTV

સાયલા તાલુકાના સુદામડા વિસ્તારમાં બ્લેક પથ્થરની બે ગેરકાયદેસર ખાણો ઝડપાતા ખનિજ વિભાગ અને રાજકોટ રેન્જ આઈજીની ટીમ દ્વારા મોટો દરોડો પાડવામાં આવ્યો છે. સુદામડા સીમ વિસ્તારમાં મોટા પાયે ગેરકાયદેસર ખનન ચાલી રહ્યું હતું. કાર્યવાહીમાં 9 ડમ્પર અને 4 હિટાચી મશીનો સહિત અંદાજે 3.50 કરોડ રૂપિયાનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં સ્થાનિક પોલીસ કર્મચારીની સંડોવણીની ચર્ચાએ પણ જોર પકડ્યું છે. તંત્રને અંધારામાં રાખી ખનન કરવામાં આવતું હતું. સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગે આગળની કાર્યવાહી શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો