Video: જંગલેશ્વરમાં ડિમોલિશન વચ્ચે મહેકી માનવતા, પાડોશીએ કહ્યું- 'ઘરની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી મારા ઘરે રહો'
રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલિશનનો આજે બીજો દિવસ છે, જેમાં જંગલેશ્

રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલિશનનો આજે બીજો દિવસ છે, જેમાં જંગલેશ્વર શેરી નંબર 24માં રહેતા શરીફાબેનનું મકાન પણ ડિમોલિશન થયું છે. બીજા દિવસે પણ જંગલેશ્વરમાં ભાવુક દ્રશ્યો જોવા મળી રહ્યા છે, ત્યારે અહીં 'પહેલો સગો પાડોશી' કહેવતને સાર્થક કરતો કિસ્સો જોવા મળ્યો છે. શરીફાબેનનું મકાન ડિમોલિશન થતા પાડોશમાં રહેતા સકીનાબેને પાડોશી ધર્મ નિભાવ્યો છે. સકીનાબેને પાડોશમાં રહેતા શરીફાબેન અને તેમના પરિવારને આશરો આપી માનવતા મહેકાવી છે.
સકીનાબેનને જ્યારે ખબર પડી શરીફાબેનનું મકાન પણ તોડી પડાયું છે ત્યારે સામેથી તેઓએ શરીફાબેનના પરિવારને કહ્યું કે તમારા ઘરની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી અહીં રહો. તેમનો સામાન પણ સકીનાબેનના ફળિયામાં છે. હાલ શરીફાબેન અને તેના બે પુત્રોને સકીના બેને આસરો આપ્યો છે. હાલ તો શરીફા બેનની પરિસ્થિતિ એવી છે કે તેઓ પોતાનું ભાડાનું પણ મકાન લઇ શકતા નથી. તેઓએ સરકાર પાસે વૈકલ્પિક વ્યવસ્થા કરવા રડતા રડતા માંગ કરી છે.








