મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : દિયોદર તાલુકા પંચાયતની બેઠકમાં ભારે હોબાળો: પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી ટાણે જ ભાજપના સભ્યો બાખડ્યા

બનાસકાંઠાના દિયોદર તાલુકા પંચાયતની બોર્ડ મિટિંગ દરમિયાન ભારે હોબાળો જોવા મળ્યો હત

બનાસકાંઠાના દિયોદર તાલુકા પંચાયતની બોર્ડ મિટિંગ દરમિયાન ભારે હોબાળો જોવા મળ્યો હતો. પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી ટાણે ભાજપના સભ્યો વચ્ચે આંતરિક વિખવાદ અને બોલાચાલી થતાં બેઠકમાં તંગદિલી સર્જાઈ હતી. પરિસ્થિતિ બેકાબૂ બનતા ચૂંટણી પ્રક્રિયા રદ કરવામાં આવી હતી. ભાજપના કેટલાક કાર્યકરોએ વોકઆઉટ કરી બેઠક છોડી દીધી હતી. બીજી તરફ કોંગ્રેસના કાર્યકરોએ તાલુકા પંચાયત કચેરી બહાર સૂત્રોચ્ચાર કરી આજેજ ચૂંટણી યોજવાની માંગ ઉઠાવી હતી. ચૂંટણી અધિકારી મિટિંગ હોલ છોડતા કોંગ્રેસ કાર્યકરોએ ઘેરાવ કર્યો હતો, બાદમાં પોલીસે સુરક્ષા આપી અધિકારીઓને પરત લઈ ગયા હતા.

આ સમાચાર શેર કરો