VIDEO: ઊંઝા ઉમિયાધામમાં ગુરુપૂર્ણિમા નિમિત્તે ભક્તોની ભારે ભીડ
ગુરુપૂર્ણિમાના પાવન અવસરે મહેસાણા જિલ્લાના ઊંઝા સ્થિત ઉમિયાધામમાં ભક્તિનો અનોખો માહો

ગુરુપૂર્ણિમાના પાવન અવસરે મહેસાણા જિલ્લાના ઊંઝા સ્થિત ઉમિયાધામમાં ભક્તિનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ રાજ્યના વિવિધ જિલ્લાઓ ઉપરાંત દૂર-દૂરથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મા ઉમિયાના દર્શન માટે ઉમિયાધામ પહોંચ્યા હતા. મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળતા દર્શન માટે લાંબી કતારો લાગી હતી. ભક્તોએ શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે મા ઉમિયાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા અને ધન્યતા અનુભવી હતી. સમગ્ર મંદિર પરિસર જયઘોષ અને ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું હતું. ગુરુપૂર્ણિમાના પવિત્ર દિવસે ઉમિયાધામમાં ધાર્મિક ઉત્સાહ અને આસ્થાનો અદભૂત સંગમ જોવા મળ્યો હતો.




