મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ઊંઝા પાસે નકલી જીરાની ફેક્ટરીનો પર્દાફાશ, લાખોનો મુદ્દામાલ જપ્ત

મહેસાણા એસઓજીની ટીમે બાતમીના આધારે ઊંઝાના દાસજ ગામની સીમમાં આવેલી 'રિયા ઇન્ડસ્ટ્રીઝ' પર દરોડો પા

તસવીર: gstv

મહેસાણા એસઓજીની ટીમે બાતમીના આધારે ઊંઝાના દાસજ ગામની સીમમાં આવેલી 'રિયા ઇન્ડસ્ટ્રીઝ' પર દરોડો પાડી નકલી જીરાની ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. પોલીસે સ્થળ પરથી લાખો રૂપિયાનો ભેળસેળયુક્ત અને અખાદ્ય જીરાનો જથ્થો તથા અન્ય મુદ્દામાલ જપ્ત કર્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે ફેક્ટરીમાં માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક નકલી જીરુ તૈયાર કરવામાં આવતું હતું. ગુજરાતના સૌથી મોટા મસાલા માર્કેટ ઊંઝા નજીક ચાલતા આ કાળા કારોબાર સામે કાર્યવાહી થતાં ખળભળાટ મચ્યો છે. હાલ પોલીસે સમગ્ર મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો