મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

video: ઊંઝાના ઉનાવા ગામમાં 26 ટનથી વધુ વરિયાળીમાં ભેળસેળ

ઓછા સમયમાં વધુ નફો રળી લેવાની લ્હાયમાં કેટલાક વેપારીઓ લોકોના આરોગ્ય સાથે ચેડાં કર

તસવીર: gstv

ઓછા સમયમાં વધુ નફો રળી લેવાની લ્હાયમાં કેટલાક વેપારીઓ લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યા છે. ઊંઝામાં અનેક વખત કેમિકલવાળા રંગ ચઢાવી કે વરિયાળી વેચતા હોય છે. આવી ફરી ઘટના સામે આવી છે. આરોગ્ય વિભાગે ઊંઝા તાલુકાના ઉનાવા ગામમાં ભેળસેળ સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દરોડા દરમિયાન 26 ટનથી વધુ કેમિકલયુક્ત રંગ ચઢાવેલા વરિયાળીના જથ્થાને જપ્ત કરવામાં આવ્યો છે. આટલો મોટો જથ્થો ઝડપાતા ભેળસેળિયા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ ભેળસેળ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે.

આ સમાચાર શેર કરો