VIDEO: ઊંઝાના ઉમિયાનગરી વિસ્તારમાં વૃક્ષ પડતા મહિલાનું મોત
મહેસાણા જિલ્લાના ઊંઝા શહેરના ઉમિયાનગરી વિસ્તારમાં આવેલા ખજૂરી પોળમાં મોડી રાત્રે ભારે વરસાદ દરમિયા

મહેસાણા જિલ્લાના ઊંઝા શહેરના ઉમિયાનગરી વિસ્તારમાં આવેલા ખજૂરી પોળમાં મોડી રાત્રે ભારે વરસાદ દરમિયાન દુર્ઘટના સર્જાઈ હતી. સતત વરસી રહેલા વરસાદના કારણે એક વિશાળ વૃક્ષ અચાનક ધરાશાયી થયું હતું. તે સમયે ત્યાં હાજર રહેલી મહિલા પર વૃક્ષ પડતાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકોની મદદથી મહિલાને તાત્કાલિક સારવાર માટે ખસેડવાના પ્રયાસો કરવામાં આવ્યા, પરંતુ ગંભીર ઈજાઓના કારણે તેમનું મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.


