VIDEO: બાબુલનાથ મંદિરે ભક્તોની ભારે ભીડ
મુંબઈના પ્રસિદ્ધ બાબુલનાથ મંદિરમાં શ્રાવણ સોમવારના પાવન અવસરે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. વહેલી સવારથી જ

મુંબઈના પ્રસિદ્ધ બાબુલનાથ મંદિરમાં શ્રાવણ સોમવારના પાવન અવસરે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. વહેલી સવારથી જ ભગવાન શિવના દર્શન માટે શ્રદ્ધાળુઓની લાંબી કતારો જોવા મળી હતી. ભક્તોએ બાબુલનાથ મહાદેવના દર્શન કરી પૂજા અને અભિષેક કર્યો હતો. મંદિર પરિસરમાં હર હર મહાદેવના જયઘોષથી ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. શ્રાવણ સોમવારને લઈને મંદિર પ્રશાસન દ્વારા પણ ભક્તોની સુવિધા અને વ્યવસ્થા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતા મંદિર અને આસપાસના વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. સમગ્ર બાબુલનાથ મંદિર પરિસર શિવભક્તિમાં રંગાયેલું જોવા મળ્યું હતું.




