VIDEO: રાજ્યમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રસ્ત, જાણો 'લૂ'થી બચવા નિષ્ણાંતોની આ ખાસ સલાહ
ગુજરાત અને દેશમાં અનેક ભાગોમાં ભીષણ ગરમી પડી રહી છે. નિષ્ણાતોના જણાવ્યા

ગુજરાત અને દેશમાં અનેક ભાગોમાં ભીષણ ગરમી પડી રહી છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, જ્યારે તાપમાન સતત ઊંચું રહે છે ત્યારે શરીરમાં અનેક સમસ્યાઓ ઉદભવે છે. રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્રએ લોકોને નીચે મુજબની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે. હીટવેવમાં ઘણા લોકોને બીમારીઓનું જોખમ વધી જાય છે. શરીરનું તાપમાન અનિયંત્રિત થઈ જાય છે. શરીરમાં પાણીની ભારે અછત સર્જાય છે. માંસપેશીઓમાં પણ અસહ્ય ખેંચાણ અને દુખાવો થાય છે.
અન્ય બીમારીઓની વાત કરીએ તો ફૂડ પોઈઝનિંગ, ટાઈફોઈડ, ચિકનપોક્સ અને પેટને લગતી સમસ્યાઓ પણ આ ઋતુમાં વકરે છે. ત્યારે આ પર્યાપ્ત માત્રામાં પાણી અને પ્રવાહી પદાર્થો જેમકે લીંબુ પાણી, છાશ, જ્યુસ પીતા રહેવું હિતાવહ છે.. હળવા રંગના અને ઢીલા સુતરાઉ કપડાં પહેરવા જોઈએ. અને બહાર નીકળતી વખતે માથું ઢાંકેલું રાખવું અને ગોગલ્સનો ઉપયોગ કરવો જોઈએ. તો ઘરની બારીઓ અને પડદા બંધ રાખી ઘરને ઠંડું રાખો. ખાસ કરીને બપોરે 12 થી 4 વાગ્યાની વચ્ચે બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું જોઈએ.







