મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: રાજુલા તાલુકામાં ભારે વરસાદથી મકાન ધરાશાયી, જુઓ ઘટનાનાં લાઈવ દ્રશ્યો

અમરેલી જીલ્લામાં કમોસમી વરસાદ બાદ તબાહીના અનેક દ્રશ્યો સામે આવી રહ્યા

અમરેલી જીલ્લામાં કમોસમી વરસાદ બાદ તબાહીના અનેક દ્રશ્યો સામે આવી રહ્યા છે, ત્યારે રાજુલા તાલુકાના આગરીયા ગામે વરસાદ બાદ આખું મકાન ધરાશાયી થતા નાસભાગ મચી હતી. 

ઘરવખરી દટાઈ જતા મકાન માલિકને નુકસાન

અમરેલી જિલ્લામાં ભારે વરસાદ બાદ તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. રાજુલા તાલુકાના આગરીયા ગામે દેવજીભાઈ નાથાભાઈ કવાનું મકાન ધરાશાયી થતા નાસભાગ મચી હતી. અવિરત વરસાદથી કાચુ નલિયાવાળું કાટમાળ સહિત મકાન તૂટી પડ્યું હતું. મકાન ધરાશાયીના લાઇવ દ્રશ્યો પણ સામે આવ્યા છે. મકાન નીચે ઘરવખરી પણ દટાઈ જતા મકાન માલિકને નુકસાન પણ થયું છે. 

આ સમાચાર શેર કરો