મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રાજકોટના પડધરીની પ્લાસ્ટિકની ફેક્ટરીમાં ભીષણ આગ, 4 જિલ્લાની ફાયરની ટીમો પહોંચી

રાજકોટના પડધરી નજીક આવેલી એક પ્લાસ્ટિક ફેકટરીમાં રાત્રિના સમયે ફાટી નીકળેલી આગ કલાકો

રાજકોટના પડધરી નજીક આવેલી એક પ્લાસ્ટિક ફેકટરીમાં રાત્રિના સમયે ફાટી નીકળેલી આગ કલાકો બાદ પણ કાબૂમાં આવી નથી.

રાજકોટ, ગોંડલ, જામનગર અને મોરબીથી ફાયરબ્રિગેડની ટીમો પહોંચી

ભીષણ આગને કાબૂમાં લેવા માટે રાજકોટ, ગોંડલ, જામનગર અને મોરબીથી ફાયરબ્રિગેડની ટીમો આવી છે અને આગ પર કાબૂ મેળવવા પ્રયાસો કરી રહ્યા છે. આખી રાત પાણીનો મારો ચલાવ્યો હતો.

આ પણ વાંચો: અમદાવાદ: વટવામાં પોલીસના દરોડા, 200 કફ સિરપની બોટલ સાથે મહિલાની ધરપકડ

આજે સવાર સુધીમાં 70થી 75 ટકા આગ પર કાબૂ મેળવી લીધો

મળતા અહેવાલ પ્રમાણે આજે સવાર સુધીમાં 70થી 75 ટકા આગ પર કાબૂ મેળવી લીધો હોવાનું જાણવા મળ્યું છે. ફે્કટરીમાં મોટાપ્રમાણમાં પ્લાસ્ટિકનો જથ્થો પડ્યો હતો. પ્લાસ્ટિકના જથ્થાના કારમે આગે ગણતરીના મિનિટોમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

આ સમાચાર શેર કરો