VIDEO : 'ઈરાન સાથે મંત્રણા સકારાત્મક રહેવાની આશા', જો છેતરપિંડી કરી તો પરિણામ ભોગવવા તૈયાર રહે : જે.ડી. વેન્સ

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સ ઈસ્લામાબાદ જવા રવાના થતા પહેલા તેમણે મીડિયા સાથેની વાતચીતમા

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સ ઈસ્લામાબાદ જવા રવાના થતા પહેલા તેમણે મીડિયા સાથેની વાતચીતમાં ઈરાન સાથેના આગામી શાંતિ મંત્રણા અને રાજદ્વારી સંબંધો અંગે મહત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે અમેરિકા ઈરાન સાથે વાટાઘાટો કરવા માટે તૈયાર છે, પરંતુ તે ઈરાનના વલણ પર નિર્ભર રહેશે.

વાતચીત માટે ખુલ્લો દોર 

ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, "અમે મંત્રણાની રાહ જોઈ રહ્યા છીએ. મને લાગે છે કે તે સકારાત્મક રહેશે. રાષ્ટ્રપતિએ અગાઉ કહ્યું છે તેમ જો ઈરાનીઓ નિખાલસતા અને શુદ્ધ ભાવનાથી  વાટાઘાટો કરવા ઈચ્છતા હોય તો અમે ચોક્કસપણે મદદનો હાથ લંબાવવા તૈયાર છીએ. 

જાહેરાત

કડક ચેતવણી 

જોકે, નરમ વલણની સાથે વેન્સે ઈરાનને કડક શબ્દોમાં ચેતવણી પણ આપતા કહ્યું કે, જો તેઓ (ઈરાન) અમારી સાથે રમત રમશે કે છેતરવાનો પ્રયાસ કરશે તો તેમને ખબર પડી જશે. અમારી નેગોશિએટિંગ ટીમ બિલકુલ નરમ નથી. અમે સકારાત્મક વાતચીતનો પ્રયાસ કરીશું, પરંતુ રાષ્ટ્રપતિએ અમને ખૂબ જ સ્પષ્ટ દિશાનિર્દેશો આપ્યા છે  તે મુજબ જ આગળ વધીશું. 

 આ મુલાકાત અને વેન્સનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે મધ્ય-પૂર્વ અને દક્ષિણ એશિયામાં રાજદ્વારી સમીકરણો સતત બદલાઈ રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે ઈરાન આ 'ખુલ્લા હાથ'નો સ્વીકાર કરે છે કે પછી અમેરિકાના કડક વલણનો સામનો કરે છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત