મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: મહીસાગરના વીરપુર પાસે હિટ એન્ડ રનની ઘટના, દંપતિનું કરુણ મોત

મહીસાગરના વીરપુર પાસે આવેલી ગંધારી ચોકડી નજીક એક બેફામ ગતિએ આવતી ઇકો ગાડીએ સર્જેલા ગમખ્વ

મહીસાગરના વીરપુર પાસે આવેલી ગંધારી ચોકડી નજીક એક બેફામ ગતિએ આવતી ઇકો ગાડીએ સર્જેલા ગમખ્વાર અકસ્માતમાં દંપતીનું કરુણ મોત નીપજ્યું છે. ત્રાકડી મંદિર ખાતે પૂજાપાઠ કરીને જીવન નિર્વાહ કરતા ગીરીશભાઈ સેવક અને તેમના પત્ની રીટાબેન સેવકને અજાણ્યા વાહન ચાલકે જોરદાર ટક્કર મારતા બંનેના મોત થયા હતા.

અકસ્માત સર્જીને વાહન ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો, જ્યારે સ્થાનિકોએ 108 અને પોલીસને જાણ કરતા દંપતીને વીરપુર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ કરુણ ઘટનાને પગલે સેવક પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.

આ સમાચાર શેર કરો