VIDEO: પશ્ચિમ બંગાળના રાજકારણમાં ઐતિહાસિક ઉલટફેર! મમતા બેનર્જીની 15 વર્ષ જૂની સરકારનો અંત
પશ્ચિમ બંગાળના રાજકારણમાં સૌથી મોટો ઐતિહાસિક ઉલટફેર જોવા મળ્યો
પશ્ચિમ બંગાળના રાજકારણમાં સૌથી મોટો ઐતિહાસિક ઉલટફેર જોવા મળ્યો છે. રાજ્યપાલ આર.એન. રવિએ વિધાનસભા ભંગ કરવાનો સત્તાવાર આદેશ આપ્યો છે. આ સાથે જ મમતા બેનર્જીની 15 વર્ષ જૂની સરકારનો અંત આવ્યો છે. કોલકાતા ગેઝેટમાં પ્રકાશિત આ નોટિફિકેશન સાથે જ મમતા બેનર્જીની સરકાર બંધારણીય રીતે બરખાસ્ત થઈ ગઈ છે અને તેઓ હવે મુખ્યમંત્રી રહ્યા નથી. બંગાળમાં નવી સરકારની રચના અને મમતા બેનર્જીના રાજીનામાને લઈને છેલ્લા કેટલાક દિવસોથી ભારે રાજકીય ખેંચતાણ ચાલી રહી હતી. આ દરમિયાન વિધાનસભાનો કાર્યકાળ પૂર્ણ થતા જ રાજ્યપાલે બંધારણીય પ્રક્રિયાનો ઉપયોગ કરીને આ કડક નિર્ણય લીધો છે. કોલકાતા ગેઝેટમાં અપાયેલા આદેશ મુજબ, આ નિર્ણય 7 મે 2026થી જ અમલમાં આવી ગયો છે. વિધાનસભા ભંગ થવાની સાથે જ સમગ્ર કેબિનેટ પણ ભંગ થઈ ગઈ છે.




