Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : 65% of newly elected MLAs in West Bengal Assembly have declared criminal cases against them

પશ્ચિમ બંગાળ વિધાનસભામાં નવા ચૂંટાયેલા ૬૫ ટકા ધારાસભ્યોએ પોતાની વિરુદ્ધ ક્રિમિનલ કેસો કર્યા જાહેર

Timeછેલ્લું અપડેટ : 07 May 2026
લાઇવ ટીવીGoogle News
પશ્ચિમ બંગાળ વિધાનસભામાં નવા ચૂંટાયેલા ૬૫ ટકા ધારાસભ્યોએ પોતાની વિરુદ્ધ ક્રિમિનલ કેસો કર્યા જાહેર
સોર્સ : gstv

પશ્ચિમ બંગાળ વિધાનસભામાં નવા ચૂંટાયેલા ૬૫ ટકા ધારાસભ્યોએ પોતાની વિરુદ્ધ ક્રિમિનલ કેસો જાહેર કર્યા છે જે ગયા વખતની ચૂંટણીની સરખામણીમાં ખૂબ જ વધારે છે તેમ એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર)નાં એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. આ રિપોર્ટમાં ૨૦૨૬ની વિધાનસભા ચૂંટણીમાં જીતનારા તમામ ૨૯૨ ઉમેદવારોનાં એફિડેવિટનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. જેમાં જાણવા મળ્યું છે કે ૧૯૦ ધારાસભ્યો (૬૫ ટકા)એ પોતાની વિરુદ્ધ ક્રિમિનલ કેસ જાહેર કર્યા છે. ૨૦૨૧માં આ સંખ્યા ૧૪૨ (૪૯ ટકા) હતી. 

App Store

૧૭૦ (૫૮ ટકા) સામે ગંભીર પ્રકારનાં ક્રિમિનલ કેસો ચાલી રહ્યાં છે

આ વખતે ક્રિમિનલ કેસોનો સામનો કરી રહેલા  અને જીતેલા ૧૯૦ ઉમેદવારો પૈકી  ૧૭૦ (૫૮ ટકા) સામે ગંભીર પ્રકારનાં ક્રિમિનલ કેસો ચાલી રહ્યાં છે. જ્યારે ૨૦૨૧માં આવા ધારાસભ્યોની સંખ્યા ૧૧૩ (૩૯ ટકા) હતી.આ વખતે ગંભીર અપરાધોનો સામનો કરી રહેલા ધારાસભ્યો પૈકી ૧૪ સામે હત્યાનાં કેસ ચાલી રહ્યાં છે. જ્યારે ૫૪ ધારાસભ્યો સામે હત્યાનાં પ્રયાસનાં કેસો ચાલી રહ્યાં છે. ૬૩ ધારાસભ્યો મહિલાઓ સામે અપરાધનાં કેસોનો સામનો કરી રહ્યાં છે. જે પૈકી બે ધારાસભ્યો સામે બળાત્કારનાં કેસો ચાલી રહ્યાં છે. પક્ષ મુજબ વિશ્લેષણ કરવામાં આવે તો ભાજપનાં જીતેલા ૨૦૬ ધારાસભ્યો પૈકી  ૧૫૨ (૭૪ ટકા) સામે ક્રિમિનલ કેસો ચાલી રહ્યાં છે. તૃણમુલનાં ૮૦ ધારાસભ્યો પૈકી  ૩૪ (૪૩ ટકા) સામે ક્રિમિનલ કેસો ચાલી રહ્યાં છે. 

આ વખતની ચૂંટણીમાં જીતેલા ૨૯૨ ધારાસભ્યો પૈકી ૧૭૮ (૬૧ ટકા)  કરોડપતિ છે. આ સંખ્યા ૨૦૨૧માં ૫૪ ટકા હતી. તમામ ધારાસભ્યોની કુલ જાહેર કરેલી સંપત્તિ ૧૦૯૧ કરોડ રૂપિયા છે. એક ધારાસભ્યની સરેરાશ સંપત્તિ ૩.૭૩ કરોડ રૂપિયા થાય છે. જે ગત વિધાનસભામાં ૨.૫૩ કરોડ રૂપિયા હતી. તૃણમુલનાં ધારાસભ્યોની સરેરાશ સંપત્તિ ૫.૩૬ કરોડ રૂપિયા છે જ્યારે ભાજપના ધારાસભ્યોની સરેરાશ સંપત્તિ ૨.૯૭ કરોડ રૂપિયા છે. શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો ૬૩ ટકા ઉમેદવાર ગ્રેજયુએટ કે તેથી વધારે ભણેલા છે. જ્યારે ૩૨ ટકા ધારાસભ્યો ધો.૫ થી ધો.૧૨ સુધીનો અભ્યાસ કર્યો છે.