મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ધ્વનિ પ્રદૂષણ અને દબાણ મુદ્દે હાઇકોર્ટ લાલઘૂમ, અધિકારીઓનો લીધો ઉધડો

ધ્વનિ પ્રદૂષણને લઈને ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન કોર્ટે નારાજગી વ્યક્ત કર

ધ્વનિ પ્રદૂષણને લઈને ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન કોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. આ સુનાવણીમાં અમદાવાદ કોર્પોરેશનના કમિશનર, ગૃહ વિભાગના સેક્રેટરી અને જીપીસીબીના ચેરમેન ઓનલાઈન હાજર રહ્યાં હતા..હાઈકોર્ટે કહ્યું કે, એક પણ રસ્તો બતાવો જ્યાં દબાણ હટ્યું હોય અને પોલીસી બનાવો છો તો અમલ કોણ કરે છે?

AMCએ કોર્ટ સમક્ષ કહ્યું કે અમદાવાદ માં 21 હજાર ફેરિયા હટાવવામાં આવ્યા અને 6.27 કરોડનો દંડ વસૂલવામાં આવ્યો. આ દલીલ સામે હાઈકોર્ટે કહ્યું કે શું અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં જ કામ કરવામાં આવે છે? આ સિવાય ધ્વનિ પ્રદૂષણને લઈને પણ હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે. કોર્ટએ કહ્યું કે રાજ્યમાં રાત્રે 10 વાગ્યા પછી પણ DJ વાગે છે શું કાર્યવાહી કરવામાં આવી? કેટલા કેસ કરીને કેટલા સામાન જપ્ત કરવામાં આવ્યા? હાઈકોર્ટે જીપીસીબીની કામગીરી પર પણ સવાલ ઉઠાવતા કહ્યું કે, નિયમોનો ભંગ થશે તો અધિકારીઓ સામે ચાર્જફ્રેમ થશે. આ મામલ વિગતવાર રિપોર્ટ સાથે હાઈકોર્ટ 18 જૂને સુનાવણી કરશે.

આ સમાચાર શેર કરો