મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: હિન્દુ પત્નીને મુસ્લિમ પતિ સાથે રહેવાની હાઈકોર્ટે આપી મંજૂરી, દંપતિને હેરાન ન કરવા પોલીસને તાકીદ

અમદાવાદમાં ભારે વિવાદ બાદ ગુજરાત હાઈકોર્ટના આદેશથી આંતરધર્મીય લગ્ન સંપન્ન થયા છે. મહેસાણાના લઘુમતી

અમદાવાદમાં ભારે વિવાદ બાદ ગુજરાત હાઈકોર્ટના આદેશથી આંતરધર્મીય લગ્ન સંપન્ન થયા છે. મહેસાણાના લઘુમતી સમાજના યુવક અને હિન્દુ યુવતીએ સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ કાનૂની રીતે લગ્ન કર્યા હતા. અગાઉ લિવ-ઇનમાં રહેતા આ દંપતિને ધાર્મિક વિવાદ બાદ અલગ કરવામાં આવ્યા હતા અને યુવતીને નારી સંરક્ષણ ગૃહમાં રાખવામાં આવી હતી. હાઈકોર્ટે યુવતીને પતિ સાથે જવાની મંજૂરી આપતા પોલીસને દંપતિને હેરાન ન કરવા તાકીદ કરી છે. સાથે જ યુવતીની આર્થિક સુરક્ષા માટે યુવકને ત્રણ લાખ રૂપિયા જમા કરાવવાનો આદેશ આપ્યો છે. દંપતિને સુરક્ષા આપવા પણ પોલીસને સૂચના આપવામાં આવી છે. 

આ સમાચાર શેર કરો