VIDEO: અમદાવાદમાં હેલ્મેટ ડ્રાઇવનો પ્રથમ દિવસે જ ફિયાસ્કો!, સરકારી તંત્રમાં જ શિસ્તનો અભાવ
અમદાવાદમાં સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ દ્વારા જાહેર કરવામાં આવેલી સ્પેશિયલ હેલ્મેટ ડ્

અમદાવાદમાં સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ દ્વારા જાહેર કરવામાં આવેલી સ્પેશિયલ હેલ્મેટ ડ્રાઇવનો પ્રથમ દિવસે જ ફિયાસ્કો થયો છે. STBના પોલીસ મહાનિરીક્ષક મકરંદ ચૌહાણે આખો મહિનો સઘન ચેકિંગ કરવાના આદેશ આપ્યા હતા, પરંતુ આ આદેશો માત્ર કાગળ પર જ રહી ગયા હોય તેવું જણાય છે. શહેરની વિવિધ સરકારી કચેરીઓમાં જ આ ડ્રાઇવની કોઈ અસર જોવા મળી નથી.
કાયદાનું પાલન કરાવનારા સરકારી કર્મચારીઓ જ જાહેરમાં બિન્દાસ્તપણે હેલ્મેટ વિના અવરજવર કરતા કેમેરે કેદ થયા છે. જ્યારે સામાન્ય જનતા પાસેથી તોંતિંગ દંડ વસૂલવામાં આવે છે, ત્યારે નિયમ બનાવનારા સરકારી તંત્રમાં જ શિસ્તનો અભાવ જોવા મળતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. શું આ ડ્રાઇવ માત્ર સામાન્ય નાગરિકો માટે જ છે?
જાહેરાત








