મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: મહારાષ્ટ્રના પૂણેમાં મોટી દૂર્ઘટના, મુંબઇથી હૈદરાબાદ જતું હેલિકોપ્ટર ક્રેશ

પૂણે જિલ્લાના પૌડ વિસ્તારમાં એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે. આ હેલિકોપ્ટરમાં ચાર લોકો સવાર હતા જેમાંથી એકની હાલત ગંભીર છે જ્યારે ત્રણ

પૂણે જિલ્લાના પૌડ વિસ્તારમાં એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે. આ હેલિકોપ્ટરમાં ચાર લોકો સવાર હતા જેમાંથી એકની હાલત ગંભીર છે જ્યારે ત્રણ લોકો સુરક્ષિત છે. કહેવામાં આવે છે કે આ સમયે પૂણેમાં ભારે પવન સાથે વરસાદ વરસતો હતો. અંદાજો લગાવવામાં આવે છે કે ખરાબ હવામાનને કારણે આ દૂર્ઘટના સર્જાઇ હતી.

ઘટનાને લઇને એસપી પંકજા દેશમુખનું નિવેદન પણ સામે આવ્યું છે. દેશમુખે જણાવ્યું, "પૂણેના પૌડ ગામ નજીક એક પ્રાઇવેટ હેલિકોપ્ટર ક્રેશ થયું છે. આ હેલિકોપ્ટર પ્રાઇવેટ એવિએશન કંપનીનું હતું. આ મુંબઇથી હૈદરાબાદ જતું હતું. હેલિકોપ્ટરમાં ચાર લોકો સવાર હતા."

પ્રત્યક્ષદર્શીએ કહ્યું- ખતરનાક ઘટના હતી

આ ઘટનાને લઇને પ્રત્યક્ષદર્શી કમલેશ સોલકરે કહ્યું, "મે જોયું કે હેલિકોપ્ટર નીચે પડી ગયું અને જેવો જ હું હેલિકોપ્ટર પાસે ગયો ત્યારે પાયલોટ સાથે વાત કરી હતી. તે વાત કરવાની સ્થિતિમાં નહતો. તે ડરેલો હતો અને લોકોને કહેતો હતો કે હેલિકોપ્ટર પાસેથી ખસી જાઓ તે બ્લાસ્ટ થઇ શકે છે."

હેલિકોપ્ટર AW 139 અને પાયલોટની ડિટેલ સામે આવ્યો છે. આ હેલિકોપ્ટર ગ્લોબલ વેક્ટ્રા કંપનીની છે. ઘાયલ થયેલા કેપ્ટનનું નામ આનંદ છે જેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ હેલિકોપ્ટરમાં દીર ભાટિયા, અમરદીપ સિંહ અને એસપી રૈમ નામના ત્રણ વ્યક્તિ સવાર હતા.

આ સમાચાર શેર કરો