VIDEO : રાણપુરના નાગનેશ ગામે પિતાએ દીકરી અને જમાઈને તેડવા મોકલ્યું હેલિકોપ્ટર
દીકરી વ્હાલનો દરિયો કહેવતને સાર્થક કરતા આજ નાગનેશ ગામે પટેલ પરિવારમાં દીક

દીકરી વ્હાલનો દરિયો કહેવતને સાર્થક કરતા આજ નાગનેશ ગામે પટેલ પરિવારમાં દીકરીના પિતાએ દીકરીને તેડવા માટે હેલિકોપ્ટર મોકલ્યું હતું. ગામમાં પ્રથમવાર હેલિકોપ્ટર આવતા ગ્રામજનો મોટી સંખ્યામાં હેલિકોપ્ટર જોવા ઉમટી પડ્યા છે.
બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાનાં નાગનેશ ગામે અમદાવાદના પટેલ પરીવારની દીકરીના લગ્ન ગત 22 નવેમ્બરે થયા હતા. દીકરીના પિતાએ દીકરીના લગ્નનું રિસેપ્શન આવતીકાલે ધંધુકા પાસે રંગપુર ગામે રાખેલ છે. આ રિસેપ્શનમાં દીકરી અને જમાઈને હાજર રહેવા દીકરીના પિતાએ હેલિકોપ્ટર મોકલ્યું હતું. આ હેલિકોપ્ટર દીકરી જમાઈને લેવા નાગનેશ ગામે આવતાં હેલિકોપ્ટરને જોવા ગ્રામજનો ખૂબ મોટી સંખ્યા ઉમટ્યા હતા.




