મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: UPમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ભારે વાવાઝોડા-વરસાદ અને વીજળી પડવાની ઘટના, અંદાજે 24ના કરૂણ મોત

ઉત્તર પ્રદેશમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ભારે વાવાઝોડા, વરસાદ અને વીજળી પડવાની ઘટનાઓમાં અંદ

ઉત્તર પ્રદેશમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ભારે વાવાઝોડા, વરસાદ અને વીજળી પડવાની ઘટનાઓમાં અંદાજે ૨૪ લોકોના કરૂણ મોત નિપજ્યા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. સોમવાર સવારથી જ ખરાબ હવામાનને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું, જેમાં અનેક જિલ્લાઓમાં વૃક્ષો અને વીજળીના થાંભલા ધરાશાયી થતાં વીજ પુરવઠો ખોરવાયો હતો અને ખેડૂતોના કેરીના પાકને ભારે નુકસાન થયું હતું. ગોરખપુરમાં ઓછી દ્રશ્યતાને કારણે ત્રણ ફ્લાઈટ્સ ડાયવર્ટ કરવી પડી હતી અને એક રદ કરાઈ હતી. આગ્રામાં મકાનનો લિન્ટર પડવાથી બે માસૂમ ભાઈ-બહેનના મોત થયા હતા, જ્યારે સંભલમાં છત પડવાથી એક વિદ્યાર્થિનીનું મોત થયું હતું. પૂર્વાંચલથી પશ્ચિમ યુપી સુધી વીજળી પડવાથી ગોરખપુર, બસ્તી, બલિયા, ગાઝીપુર, બાગપત અને બુંદેલખંડમાં જાનહાનિના અહેવાલો છે. ગોંડા, બહરાઈચ અને બલરામપુરમાં પણ વીજળી પડતા યુવકોએ જીવ ગુમાવ્યા છે. હવામાન વિભાગે આગામી ૨૪ કલાક માટે એલર્ટ જાહેર કર્યું હોવાથી તંત્રએ લોકોને સુરક્ષિત સ્થળે રહેવા અપીલ કરી છે.

આ સમાચાર શેર કરો