મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: શક્તિપીઠ અંબાજી અને દાંતા પંથકમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર

બનાસકાંઠા જિલ્લાના પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી અને દાંતા સહિતના આસપાસના વિસ્તારોમાં હવામાન વિભાગની આગ

તસવીર: gstv

બનાસકાંઠા જિલ્લાના પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી અને દાંતા સહિતના આસપાસના વિસ્તારોમાં હવામાન વિભાગની આગાહીને પગલે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. બપોર બાદ શરૂ થયેલા આ સાર્વત્રિક અને ભારે વરસાદને કારણે અંબાજીના મુખ્ય બજારોમાં પાણી નદીની જેમ વહેતા જોવા મળ્યા હતા. અંબાજી પોલીસ સ્ટેશન પાસેનો જાહેર હાઈવે માર્ગ પાણી ભરાવાને કારણે બેટમાં ફેરવાઈ ગયો હતો, જેના કારણે હાઈવે પરથી પસાર થતા વાહનચાલકોને અવરજવર કરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ, અરવલ્લીની ગિરિમાળાઓમાં પણ વરસાદની ધમાકેદાર શરૂઆત થવાથી દાંતા તાલુકાની અનેક નદીઓ અને નાળાઓમાં નવા નીરની આવક શરૂ થઈ ગઈ છે. એક તરફ પાણી ભરાવાથી મુશ્કેલી ઊભી થઈ છે, તો બીજી તરફ આ વરસાદની મહેરથી સ્થાનિક રહેવાસીઓ અને ખેડૂતોમાં ભારે ખુશીની લહેર છવાઈ ગઈ છે.

આ સમાચાર શેર કરો