Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / બનાસકાંઠા : VIDEO: Jeth Poonam devotees flock to Shaktipeth Ambaji: The temple resounded with the sound of 'Bol Mari Ambe'

VIDEO: શક્તિપીઠ અંબાજીમાં જેઠ પૂનમે ભક્તોનું ઘોડાપૂર: 'બોલ મારી અંબે'ના નાદથી ગુંજી ઉઠ્યું મંદિર

Timeછેલ્લું અપડેટ : 29 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

શક્તિપીઠ અંબાજી ખાતે જેઠ મહિનાની પૂનમ નિમિત્તે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. 'વટ પૂર્ણિમા' તરીકે ઓળખાતી આ પવિત્ર તિથિએ વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓની લાંબી કતારો જોવા મળી હતી. મંદિરને આકર્ષક રંગબેરંગી ફૂલોથી દિવ્ય રીતે શણગારવામાં આવ્યું છે.સવારની મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લઈને ધન્યતા અનુભવી હતી. આખો દિવસ 'બોલ મારી અંબે, જય જય અંબે'ના ગુંજારવથી સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું. મંદિરની પરંપરા મુજબ સિદ્ધિવિનાયકની આરતી બાદ માતાજીની અને ત્યારબાદ મહાદેવની આરતી સંપન્ન થઈ હતી. ભક્તોની વિશાળ ભીડને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે.  

App Store
ટોપિક્સ:AMBAJIJeth Poonambol mari ambe