VIDEO: થરાદમાં ભારે વરસાદ, અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ, કેટલાક માર્ગો પર અવરજવર પ્રભાવિત
થરાદમાં ભારે વરસાદ પડતા અનેક વિસ્તારો જળબંબાકારની સ્થિતિ સર્જાઈ.

થરાદમાં ભારે વરસાદ પડતા અનેક વિસ્તારો જળબંબાકારની સ્થિતિ સર્જાઈ... નીચાણવાળી સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાતાં લોકો મુશ્કેલીમાં મુકાયા હતા....ઘટનાની જાણ થતાં થરાદ SDM સહિત વહીવટી તંત્રની ટીમ તાત્કાલિક અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી હતી. પાણી ભરાયેલા વિસ્તારોમાંથી અસરગ્રસ્ત લોકોને સ્થળાંતર કરીને શિવનગર પ્રાથમિક શાળામાં સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે....રોડ પર પણ પાણી ભરાઈ જતાં અવરજવર બંધ થઈ.... રાહત અને બચાવ કાર્ય યુદ્ધના ધોરણે ચાલુ છે.




