VIDEO: સાવલીમાં વરસાદી કહેર, હોસ્પિટલ માર્ગ પાણીમાં ગરકાવ
વડોદરાના સાવલી પોલીસ સ્ટેશનથી જન્મોત્રી હોસ્પિટલ તરફ જતા માર્ગ પર ભારે વરસાદ બાદ ઘૂંટણસમા પાણી ભરાઈ જતા જનજીવન

વડોદરાના સાવલી પોલીસ સ્ટેશનથી જન્મોત્રી હોસ્પિટલ તરફ જતા માર્ગ પર ભારે વરસાદ બાદ ઘૂંટણસમા પાણી ભરાઈ જતા જનજીવન પ્રભાવિત થયું છે. માર્ગ પર પાણી ભરાતા દર્દીઓને હોસ્પિટલ પહોંચવામાં ભારે મુશ્કેલી પડી રહી છે અને કેટલાક લોકોને પાણીમાંથી પસાર કરાવવાની ફરજ પડી રહી છે. વાહનચાલકો અને રાહદારીઓ પણ પાણી ભરાયેલા રસ્તાના કારણે મુશ્કેલીમાં મુકાયા છે. વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે સ્થાનિકોમાં નગરપાલિકા સામે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ વરસાદી પાણીના કાયમી નિકાલ માટે તાત્કાલિક અસરકારક કાર્યવાહી કરવાની માંગ કરી છે.




