મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સાવલીમાં દૂધ મંડળીનો વિવાદ વકર્યો: ધારાસભ્ય કેતન ઇનામદાર એક્શનમાં

વડોદરા જિલ્લાના સાવલી ડેસર તાલુકાની રાણીયા દૂધ મંડળી દ્વારા ચાર ગામોના (નવા શિહોરા, જૂન

તસવીર: gstv

વડોદરા જિલ્લાના સાવલી ડેસર તાલુકાની રાણીયા દૂધ મંડળી દ્વારા ચાર ગામોના (નવા શિહોરા, જૂના શિહોરા, પીપળીયા અને રાયપુરા) 400થી વધુ પશુપાલકોનું દૂધ સ્વીકારવાનું બંધ કરી દેવામાં આવતા મોટો વિવાદ સર્જાયો છે. પશુપાલકોની રોજીરોટી પર સંકટ આવતા સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર પશુપાલકોના વહારે આવ્યા છે અને તેમણે રાજ્યના કૃષિ મંત્રીને પત્ર લખી તાત્કાલિક હસ્તક્ષેપ કરવા માંગ કરી છે. ધારાસભ્યે રજૂઆત કરી છે કે જો બરોડા ડેરી અમૂલ સમકક્ષ ભાવ, બોનસ અને પશુદાણની સુવિધા આપે તો પશુપાલકો ત્યાં દૂધ ભરવા તૈયાર છે, અન્યથા તેમને સીધું અમૂલ ડેરીમાં દૂધ ભરવાની મંજૂરી આપવામાં આવે. પશુપાલકોને આર્થિક નુકસાન ન થાય તે માટે વચગાળાની વૈકલ્પિક વ્યવસ્થા કરવા અને બરોડા ડેરી, અમૂલ ડેરી તેમજ પશુપાલકો વચ્ચે સંયુક્ત બેઠક યોજી કાયમી ઉકેલ લાવવા માટે પણ પત્રમાં ભારપૂર્વક અનુરોધ કરાયો છે.

આ સમાચાર શેર કરો