VIDEO: ડિબ્રુગઢમાં ભારે વરસાદનું તાંડવ
હવામાન વિભાગની આગોતરી ચેતવણી બાદ આસામના ડિબ્રુગઢમાં મુસળધાર વરસાદ શરૂ થયો છે. સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે શહેરના અનેક નીચાણવા

હવામાન વિભાગની આગોતરી ચેતવણી બાદ આસામના ડિબ્રુગઢમાં મુસળધાર વરસાદ શરૂ થયો છે. સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો જળમગ્ન થઈ ગયા છે અને રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં વાહનવ્યવહારને માઠી અસર પહોંચી છે. સ્થાનિક વહીવટીતંત્રે લોકોને સાવચેત રહેવા અને બિનજરૂરી બહાર ન નીકળવાની સલાહ આપી છે. ભારે વરસાદના લીધે નદીઓના જળસ્તરમાં પણ સતત વધારો થઈ રહ્યો છે, જેને કારણે પૂરનું જોખમ વધી ગયું છે. આપત્તિ વ્યવસ્થાપનની ટીમો હાઈ એલર્ટ પર છે અને પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત તેમજ બચાવ કામગીરી માટે સંપૂર્ણ તૈયારી કરી લેવામાં આવી છે.




