મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: જૈસલમેરમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર

રાજસ્થાનના ઐતિહાસિક શહેર જૈસલમેરમાં મેઘરાજાએ મન મૂકીને વરસી જતાં આખા શહેરમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ભારે વરસા

તસવીર: gstv

રાજસ્થાનના ઐતિહાસિક શહેર જૈસલમેરમાં મેઘરાજાએ મન મૂકીને વરસી જતાં આખા શહેરમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના કારણે શહેરના મુખ્ય રસ્તાઓ, બજારો અને નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા, જેનાથી સ્થાનિક જનજીવન ભારે પ્રભાવિત થયું હતું. રણપ્રદેશ તરીકે ઓળખાતા આ વિસ્તારમાં ભારે વરસાદને કારણે ઠંડક પ્રસરી ગઈ હતી અને લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી હતી, પરંતુ પાણી ભરાવાને કારણે વાહનવહવારમાં મુશ્કેલી સર્જાઈ હતી. પ્રશાસન દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો