VIDEO: સુરત શહેરમાં આજે રાત્રે અતિ ભારે વરસાદ પડવાની આગાહી, મનપા તંત્રે નાગરિકોને કરી આ અપીલ
સુરત શહેરમાં મોડી રાત્રે અતિભારે વરસાદની સંભાવનાને પગલે મહાનગરપાલિકાએ હ

સુરત શહેરમાં મોડી રાત્રે અતિભારે વરસાદની સંભાવનાને પગલે મહાનગરપાલિકાએ હાઈ એલર્ટ જાહેર કર્યું છે. નાગરિકોને રાત્રે 9 વાગ્યા સુધીમાં પોતાના ઘરે પહોંચી જવા અને રાત્રે 9:30 વાગ્યા બાદ ઘર બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે. હવામાનની આગાહી મુજબ રાત્રે 11 વાગ્યાથી સવારે 4 વાગ્યા સુધી ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. તંત્રનું કહેવું છે કે અગાઉના વરસાદ કરતાં પણ વધુ વરસાદ પડવાની શક્યતા છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ટેક્સટાઇલ અને ડાયમંડ માર્કેટને પણ સમયસર બંધ રાખવા સૂચના આપવામાં આવી છે.




