VIDEO: વલસાડમાં ફરી પુરનો ખતરો, ઓરંગા નદીએ ભયજનક સપાટી વટાવી; ઘરોમાં પાણી ઘુસ્યા
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર વચ્ચે વલસાડમાં ફરી એક વખત પુરનો ખતરો જ
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર વચ્ચે વલસાડમાં ફરી એક વખત પુરનો ખતરો જોવા મળી રહ્યો છે. ઓરંગા નદીએ ભયજનક સપાટી વટાવતા સરીયાવાડમાં 50થી વધુ ઘરોમાં પાણી ઘુસી ગયા હતા. ત્રણ દિવસમાં સતત બીજી વખત વલસાડમાં પુરની સ્થિતિ જોવા મળી રહી છે.
ઓરંગા નદીએ ભયજનક સપાટી વટાવતા નદી કિનારા વિસ્તારના લોકોના જીવ ફરી અધ્ધર થઇ ગયા છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં NDRFની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે.
વલસાડમાં વરસાદને કારણે સર્જાઇ તારાજી
વલસાડ જિલ્લામાં સાંબેલાધાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાતા જનજીવન પ્રભાવિત થયું છે. વલસાડમાં 11.2 ઇંચ વરસાદ પડતા નદીઓમાં પૂરની સ્થિતિ સાથે લોકોના ઘરો અને દુકાનોમાં વરસાદી પાણી ઘુસી ગયા હતા. જિલ્લામાં 15 રસ્તા બંધ થઇ ગયા હતા. કપરાડામાં સૌથી વધુ 14.5 ઇંચ, વાપીમાં 13.5 ઇંચ, પારડી અને વલસાડમાં 12 ઇંચ વરસાદ પડ્યો હતો. વલસાડના કાશ્મીર નગરને ખાલી કરાવી 600 લોકોનું સ્થળાંતર કરાવાયું હતું.
NDRFની ટીમે સગર્ભા મહિલાનું રેસક્યૂ કર્યું
વલસાડના હનુમાન ભાગમાં એક સગર્ભા મહિલાને તુરંત મેડિકલ ઇમરજન્સી થતા હોસ્પિટલમાં લઇ જવા માટે NDRFની મદદ લેવામાં આવી હતી. NDRFની ટીમે પાણીના ધસમસતા પ્રવાહમાં દિલ ધડક રેસક્યૂ કરી મહિલાને હોસ્પિટલ પહોંચાડી હતી.








