મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: મધ્ય પ્રદેશમાં ભારે વરસાદથી નર્મદા નદી બે કાંઠે

મધ્ય પ્રદેશના મોટાભાગના જિલ્લામાં સતત વરસાદથી નર્મદા નદીના જળસ્તરમાં વધારો થયો છે. મંડલામ જિલ્લામાં

તસવીર: gstv

મધ્ય પ્રદેશના મોટાભાગના જિલ્લામાં સતત વરસાદથી નર્મદા નદીના જળસ્તરમાં વધારો થયો છે. મંડલામ જિલ્લામાં પણ 24 કલાકથી વરસાદી માહોલ અને ઉપરવાસમાં વરસાદથી નદી બે કાંઠે વહી રહી છે. જેના કારણે નદી પરનો કોઝ-વે પણ પાણીમાં ગરકાવ થયો છે. ઉપરવાસના જિલ્લાઓ ડિંડોરી અને બાલાઘાટમાં ભારે વરસાદના કારણે ડિંડોરી તરફથી પાણીની મોટા પ્રમાણમાં આવક થઈ રહી છે. નદી કાંઠાના વિસ્તારમાં જો કોઈ આફત આવે તો તેના માટે એસડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. સ્થાનિકોને સલામતી જાળવવા અને સાવચેત રહેવા અપીલ કરાઈ છે.

આ સમાચાર શેર કરો