મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વડોદરા હરણી પોલીસે મધ્યપ્રદેશથી ડ્રગ્સ લઈને અમદાવાદ ડિલિવરી આપવા જતી સ્કોર્પિયો કાર સાથે દંપતીને દબોચ્યું.

વડોદરા શહેરની હરણી પોલીસે બ

તસવીર: gstv

વડોદરા શહેરની હરણી પોલીસે બાતમીના આધારે મોટી કાર્યવાહી કરીને ૪૧ લાખ રૂપિયાની કિંમતના એમડી ડ્રગ્સ સાથે એક દંપતીની ધરપકડ કરી છે. મધ્યપ્રદેશના મંદસૌર જિલ્લાના સીતામઉ ગામના રહેવાસી ઐયુબખાન જમાનખાન અને તેમની પત્ની નાઝમીન સ્કોર્પિયો કારમાં મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો લઈને અમદાવાદના રવિ નામના શખ્સને આપવા માટે નીકળ્યા હતા. પોલીસની નજરમાંથી બચવા માટે મહિલા આરોપી નાઝમીને ડ્રગ્સના પેકેટ પોતાની છાતી પર બાંધી દીધા હતા. આ દંપતી મંદસૌરના જાફર પાસેથી આ જથ્થો લઈને અમદાવાદ ડિલિવર કરવા જઈ રહ્યું હતું, ત્યારે વડોદરા પોલીસે વોચ ગોઠવીને તેમને ઝડપી પાડ્યા હતા. પોલીસે ૪૧ લાખનો ડ્રગ્સનો જથ્થો અને સ્કોર્પિયો કાર સહિત કુલ ૫૭.૧૯ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હરણી પોલીસે પકડાયેલા દંપતી વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધીને ડ્રગ્સ રેકેટના મુખ્ય સૂત્રધાર સુધી પહોંચવા માટે સઘન તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

આ સમાચાર શેર કરો