VIDEO: દ્વારકાનું રાવલ ગામ બેટમાં ફેરવાયું, માર્ગો પર વાહનોને બદલે બોટ ચાલી
ગુજરાતમાં મેઘરાજા ટી-20 અંદાજમાં બેટિંગ કરી રહ્યા છે. જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો
ગુજરાતમાં મેઘરાજા ટી-20 અંદાજમાં બેટિંગ કરી રહ્યા છે. જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે ક્યાંક પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. દ્વારકામાં ધોધમાર વરસાદના કારણે રાવલ ગામ બેટમાં ફેરવાઈ ગયું છે. પરિણામે માર્ગો પર વાહનોને બદલે હોડીઓ જોવા મળી રહી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના રાવલ ગામ સાંબેલાધાર વરસાદના કારણે બેટમાં ફેરવાયું છે. કલ્યાણપુર - પોરબંદરને જોડતો સ્ટેટ હાઇવે બંધ કરવવામાં આવ્યો છે. તેમજ ગામમાં મુખ્ય માર્ગો પર વાહનોને બદલે બોટ ચાલી રહી છે.
સોમવારે દ્વારકામાં મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું
ગઈકાલે દ્વારકામાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હવાઈ નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન તેમની સાથે રાજ્યના મુખ્ય સચિવ રાજકુમાર અને અધિક મુખ્ય સચિવ પંકજ જોષી અને ડીજીપી વિકાસ સહાય પણ સાથે જોડાયા હતા.
મુખ્યમંત્રીએ દ્વારકા અને જામનગર જિલ્લાના અધિકારીઓ, પદાધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજીને જિલ્લા વહીવટી તંત્રને ભારે વરસાદમાં લોકોની સલામતી માટે ઝીરો કેઝ્યુઆલિટીના અભિગમ સાથે કાર્યરત રહેવા માર્ગદર્શન આપ્યું હતું.








