મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રાજ્યમાં ગરમીનો પ્રકોપ રહેશે યથાવત, મહત્તમ તાપમાનનો પારો ૪૦થી ૪૩ ડિગ્રી સુધી પહોંચવાની પ્રબળ શક્યતા

આગામી દિવસોમાં સમગ્ર રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત રહે

આગામી દિવસોમાં સમગ્ર રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે અને લોકોને અસહ્ય તાપનો સામનો કરવાની આગાહી હવામાન વિભાગે કરી છે. મહત્તમ તાપમાનનો પારો ૪૦ ડિગ્રીથી લઈને ૪૩ ડિગ્રી સુધી પહોંચવાની પ્રબળ શક્યતા છે, જેના કારણે બપોરના સમયે હીટવેવ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. માત્ર દિવસ દરમિયાન જ નહીં પરંતુ રાત્રિના સમયે પણ લોકોને ગરમીથી રાહત નહીં મળે. રાત્રે પણ ભારે ઉકળાટ અને ગરમ પવનો ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ તરફ, હાલ રાજ્યમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે, જેની અસરના ભાગરૂપે પવનની ગતિમાં ફેરફાર જોવા મળી રહ્યો છે.  

આ સમાચાર શેર કરો