VIDEO: તમિલનાડુના થૂથુકુડીમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, લોકોને ગરમીમાંથી મળી રાહત
તમિલનાડુના દરિયાકાંઠાના જિલ્લા થૂથુકુડી અને તેના આસપાસના વિસ્તારોમાં વહેલી સ
તમિલનાડુના દરિયાકાંઠાના જિલ્લા થૂથુકુડી અને તેના આસપાસના વિસ્તારોમાં વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળોની ગર્જના સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે. વાતાવરણમાં આવેલા અચાનક પલટાને કારણે સમગ્ર શહેરમાં ઠંડક પ્રસરી ગઈ છે અને લોકોને કાળઝાળ ગરમી તેમજ અસહ્ય બફારામાંથી મોટી રાહત મળી છે.
અવિરત વરસી રહેલા આ વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. બંગાળની ખાડી અને મન્નારની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમને કારણે તમિલનાડુના દક્ષિણ જિલ્લાઓમાં હજુ આગામી થોડા દિવસો સુધી ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે.



