મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: કાંકરિયા ઝૂ માં પ્રાણીઓને ઠંડીથી રક્ષણ આપવા હીટર મુકાયા, ખોરાકમાં પણ કરાયો ફેરફાર

અમદાવાદમાં કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં પશુ-પક્ષીઓને પણ ઠંડીની અસર વર્તાઈ

અમદાવાદમાં કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં પશુ-પક્ષીઓને પણ ઠંડીની અસર વર્તાઈ રહી છે. વાઘ, સિંહ, દીપડા સહિતના પ્રાણીઓનાં પાંજરા બહાર હીટર મૂકી ઝૂ તંત્ર પ્રાણીઓને ઠંડીમાંથી રાહત આપવાનું આયોજન કર્યું છે. 

પાંજરા બહાર હીટર મુકાયા 

શિયાળાની ફુલ ગુલાબી  ઠંડીની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે અમદાવાદમાં કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં પશુ-પક્ષીઓને પણ ઠંડીની અસર વર્તાઈ રહી છે. ઠંડી સામે રક્ષણ આપવા પ્રાણી સંગ્રહાલયમાં પશુ પક્ષીઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવે છે. વાઘ, સિંહ, દીપડા સહિતના પ્રાણીઓનાં પાંજરા બહાર હીટર મૂકવામાં આવ્યા છે અને અંદર સૂકા ઘાસની પથારી કરવામાં આવી છે. સરીસૃપો એટલે કે સાપ માટે માટલા મૂકી અંદર બલ્બની વ્યવસ્થા કરવામાં આવી છે. પક્ષીઓનાં પાંજરામાં પણ બલ્બ મૂકવામાં આવ્યા છે. શિયાળામાં વસાણા ઉત્તમ માનવામાં આવે છે. ત્યારે હાથીના ખોરાકમાં પણ ફેરફાર કરવામાં આવે છે. 

આ સમાચાર શેર કરો