Ahmedabad: મહિલા સાથે ગેરવર્તણૂક કરનાર હેડ કોન્સ્ટેબલ સસ્પેન્ડ, મહિલા સામે પણ ગુનો દાખલ
અમદાવાદના પાલડી વિસ્તારમાં ટ્રાફિક પોલીસ અને એક મહિલા વાહનચાલક વચ્ચે થયેલી બોલાચાલી અને ગેરવર્તણૂકનો વીડ
અમદાવાદના પાલડી વિસ્તારમાં ટ્રાફિક પોલીસ અને એક મહિલા વાહનચાલક વચ્ચે થયેલી બોલાચાલી અને ગેરવર્તણૂકનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. આ મામલે ઉચ્ચ અધિકારીઓએ તાત્કાલિક પગલાં લેતા હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દીધા છે.
મળતી માહિતી મુજબ, પાલડી ચાર રસ્તા પાસે ટ્રાફિક સિગ્નલનો ભંગ કરવા બદલ એક મહિલા વાહનચાલકને ફરજ પરના પોલીસકર્મીઓએ રોક્યા હતા. N ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ જયંતીભાઈ બળદેવભાઈએ મહિલાને રોકી દંડની પ્રક્રિયા હાથ ધરી હતી. આ સમયે મામલો બિચક્યો હતો અને બંને પક્ષે ઉગ્ર બોલાચાલી થઈ હતી. મળતી માહિતી અનુસાર મહિલા પહેલા ઉશ્કેરાઈ ગયા હતા.પોલીસનું આઈ કાર્ડ મહિલાએ ફેંકી દેતા મામલો ગરમાયો હતો. મહિલા વિરુદ્ધ ટ્રાફિકમાં અડચણ ઉભી કરવા બદલ ગુનો દાખલ કરાયો છે. ત્યારે એવુ પણ સામે આવ્યું છે કે, અગાઉ મહિલાએ ટ્રાફિક પોલીસ સાથે ગેરવર્તણૂક કરી છે.જે બાબતે તપાસ કરવામાં આવી રહી છે.




