મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાગરીકોને રથયાત્રાની અને કચ્છી ભાઈ- બહેનોને નવા વર્ષની શુભેચ્છા પાઠવી
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કર્યા રથયાત્રાને પ્રસ્થાન કરાવી હતી. નાગરીકોને રથયાત્રાની શુભેચ્

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કર્યા રથયાત્રાને પ્રસ્થાન કરાવી હતી. નાગરીકોને રથયાત્રાની શુભેચ્છા પાઠવી હતી. ત્યાર બાદ સંબોધન કરતા જણાવ્યું કે અમદાવાદની રથયાત્રા જગન્નાથપુરીની રથયાત્રા પછીની સૌથી મોટી રથયાત્રા છે. ભગવાન નગરયાત્રા કરે ત્યારે નાગરિકોના દુખ દૂર થાય છે. રથયાત્રામાં જગતના નાથના દર્શનથી સૌ લોકો સુખ અને શાંતિનો અનુભવ કરે છે.
પહિંદ વિધિ કર્યા રથયાત્રાને પ્રસ્થાન કરાવી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોનાની સાવરણીથી પહિંદ વિધિ કરીને ભગવાન જગન્નાથના રથનું પ્રસ્થાન કરાવ્યુ છે. ભક્તો જે પળની રાહ જોઇ રહ્યા હતા તે પળ આખરે આવી ગઈ છે. જય જગન્નાથના નાદ સાથે રથયાત્રાનું પ્રસ્થાન થઈ ગયું છે.




