VIDEO: નારોલમાં બંદૂકની અણીએ લૂંટના પ્રયાસનો પર્દાફાશ
અમદાવાદના નારોલ પાસે આંગડિયા પેઢીમાં દેશી તમંચો બતાવી લૂંટનો પ્રયાસ કરનાર બે આરોપીઓને ઈસનપુર પોલીસે ઝડપી પાડ્યા છે. પટ

અમદાવાદના નારોલ પાસે આંગડિયા પેઢીમાં દેશી તમંચો બતાવી લૂંટનો પ્રયાસ કરનાર બે આરોપીઓને ઈસનપુર પોલીસે ઝડપી પાડ્યા છે. પટેલ મહેન્દ્ર સોમાભાઈ આંગડિયા પેઢીમાં બે શખ્સોએ લૂંટનો પ્રયાસ કરતા કર્મચારી અંકિત ગજ્જરે પ્રતિકાર કર્યો હતો અને બૂમાબૂમ થતા આસપાસના લોકો એકત્ર થઈ બંનેને પકડી પાડ્યા હતા. પોલીસે રાજન શાહ અને અલી શેખની ધરપકડ કરી તેમની પાસેથી 3 દેશી તમંચા, 19 કારતૂસ, 16 છરી અને 225 ગ્રામ ગન પાવડર કબજે કર્યો છે. વેપારીની સતર્કતાથી પોલીસે માત્ર 15 મિનિટમાં આરોપીઓને ઝડપી લીધા હતા. જોકે ઘટનામાં રેકી કરી હથિયાર પહોંચાડનાર પ્રિતમ સિંઘ હજુ ફરાર છે.



