VIDEO: ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં BAMSનું પ્રશ્નપત્ર લીક: વિવાદ વકર્યો
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં BAMSના શલ્યતંત્ર વિષયના પ્રશ્નપત્ર લીક થયાના આક્ષેપોન

ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં BAMSના શલ્યતંત્ર વિષયના પ્રશ્નપત્ર લીક થયાના આક્ષેપોને લઈને વિવાદ ઘેરો બન્યો છે. NSUI અને ABVP સહિતના વિદ્યાર્થી સંગઠનોએ આ મામલે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. વિદ્યાર્થી નેતાઓએ આક્ષેપ કર્યો છે કે પ્રશ્નપત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થયા છતાં યુનિવર્સિટી તંત્રે હજુ સુધી લેખિત ફરિયાદ નથી કરી કે જવાબદારી નક્કી કરી છે. જો યોગ્ય તપાસ અને દોષિતો સામે કડક કાર્યવાહી નહીં થાય તો સમગ્ર રાજ્યમાંથી વિદ્યાર્થીઓ ભેગા થઈને યુનિવર્સિટીનો ઘેરાવો કરશે તેવી ચીમકી આપવામાં આવી છે.યુનિવર્સિટી સત્તાધીશોએ જણાવ્યું કે વાર્ષિક પરીક્ષાઓ ચાલુ હોવાથી તંત્ર વ્યસ્ત છે. તેમણે મૌખિક સૂચનાઓથી તપાસ શરૂ કરી છે અને FIR સહિતની કાનૂની કાર્યવાહી અંગે વિચારણા ચાલી રહી છે. તપાસ કમિટીના અહેવાલ મુજબ આગળનાં પગલાં લેવાશે.




