VIDEO: ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ સામે ગ્રાન્ટનો ખોટો ઉપયોગ કરવાનો ગંભીર આરોપ
અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં ABVP દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં

અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં ABVP દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. ABVPએ પૂર્વ કુલપતિના કાર્યકાળ દરમિયાન થયેલી નિમણૂકો અને ગ્રાન્ટના ઉપયોગ અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા. સંગઠનનો આક્ષેપ છે કે કેટલીક નિમણૂકો નિયમો વિરુદ્ધ કરવામાં આવી છે, તેથી સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. વધુમાં, એક જ વ્યક્તિને બે અલગ-અલગ વિભાગોનો ચાર્જ સોંપીને અલગ-અલગ રકમનું ચૂકવણું કરવામાં આવ્યું હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. ABVPએ ઇન્ચાર્જ કુલપતિ સમક્ષ સમગ્ર પ્રકરણની ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરી છે. સાથે જ પૂર્વ કુલપતિનું એકાઉન્ટ હજુ પણ કેટલાક વિભાગોમાં લિંક હોવાનું કહી તેને તાત્કાલિક દૂર કરીને ગુજરાત યુનિવર્સિટીનું સત્તાવાર એકાઉન્ટ લિંક કરવાની માંગ પણ ઉઠાવી છે.




