VIDEO: ગુજરાત ATS દ્વારા 13 શંકાસ્પદ આતંકીઓની ધરપકડનો મોટો ખુલાસો
અમદાવાદમાં ગુજરાત એટીએસ દ્વારા તેર શંકાસ્પદ આતંકીઓની ધરપકડના મામલામાં ચોંકાવનારા ખુલાસા થયા છે. એટીએસની તપાસમાં

અમદાવાદમાં ગુજરાત એટીએસ દ્વારા તેર શંકાસ્પદ આતંકીઓની ધરપકડના મામલામાં ચોંકાવનારા ખુલાસા થયા છે. એટીએસની તપાસમાં સામે આવ્યું છે કે ઝડપાયેલા આતંકીઓમાંથી બે શખ્સો જમ્મુ-કાશ્મીરમાં કુખ્યાત આતંકી સંગઠન જેશ-એ-મોહમ્મદના કેમ્પની મુલાકાત લીધી હતી અને ત્યાં તેમને ખાસ તાલીમ તથા સૂચનાઓ અપાઈ હતી. શરૂઆતમાં જેશના આતંકીઓને આ લોકો પર વિશ્વાસ નહોતો, પરંતુ જમ્મુ ગયા બાદ વિશ્વાસ બેઠો હતો. આ જૂથ છેલ્લા ત્રણ વર્ષથી કેનાલ પાસે બ્લાસ્ટની પ્રેક્ટિસ કરી રહ્યું હતું અને આઠમાંથી બે વખત તેમને સફળતા પણ મળી હતી. આ મામલે એટીએસની ટીમ હવે જમ્મુ જઈને વધુ તપાસ કરશે અને તેઓ ક્યા આતંકીઓને મળ્યા હતા તેની પણ સઘન તપાસ ચાલી રહી છે.




