મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રાજકોટમાં સતત બીજા દિવસે જાણીતા મોબાઈલ વિક્રેતાઓને ત્યાં GSTના દરોડા, જાણો શું છે સમગ્ર મામલો

રાજ્યના રાજકોટમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે, જેમાં રાજકોટના મોબાઈલ માર્કેટમાં

રાજ્યના રાજકોટમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે, જેમાં  રાજકોટના મોબાઈલ માર્કેટમાં GST વિભાગના દરોડાને પગલે ભારે ફફડાટ વ્યાપી ગયો છે. સતત બીજા દિવસે પણ શહેરના જાણીતા મોબાઈલ વિક્રેતાઓ જેવા કે ઉમિયા, મેહુલ, ઓપો અને જેનિસ મોબાઈલ પર તપાસની કામગીરી ચાલુ રહી છે. માર્ચ એન્ડિંગ પૂર્વે વિભાગ દ્વારા ટેક્સ ચોરી ડામવા માટે આ એક મોટી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

ફિઝિકલ સ્ટોકની સઘન ચકાસણી હાથ ધરી

તપાસ દરમિયાન જી.એસ.ટી. વિભાગે બિલ વગર થતા મોબાઈલ વેચાણ, ઇનપુટ ટેક્સ ક્રેડિટમાં ગેરરીતિ અને ફિઝિકલ સ્ટોકની સઘન ચકાસણી હાથ ધરી છે. અધિકારીઓએ મોબાઈલ વેચાણના બિલ અને વાંધાજનક સાહિત્ય હસ્તગત કર્યું છે. પ્રાથમિક અંદાજ મુજબ, આ તપાસના અંતે મોટા પ્રમાણમાં જી.એસ.ટી.ની વસૂલાત અને દંડની કાર્યવાહી થવાની પ્રબળ સંભાવના છે.

આ સમાચાર શેર કરો