VIDEO: રાજકોટમાં વરરાજાએ જાનમાં 100 ઘોડા લઈને પાડી એન્ટ્રી
લગ્નપ્રસંગ એ જીવનના એક નવા પડાવની શરુઆત છે. તેમાં પણ ભારતમાં છેલ્લા કેટલાક સમયથી લગ્ન પ્રસંગમાં લોકો પોતાના
લગ્નપ્રસંગ એ જીવનના એક નવા પડાવની શરુઆત છે. તેમાં પણ ભારતમાં છેલ્લા કેટલાક સમયથી લગ્ન પ્રસંગમાં લોકો પોતાના આનંદ અને લગ્નની યાદગાર પળો માટે નિતનવા નુસખાઓ અપનાવતા હોય છે. એવામાં સુરેન્દ્રનગરના ચોટીલામાં વરરાજા 100 ઘોડા લઈને પરણવા પહોંચ્યો હતો.
આ પણ વાંચો : રાજકોટમાં વૃદ્ધ મહિલાઓને ભોળવી લૂંટ મચાવતા બંટી બબલીની થઈ ધરપકડ
રાજકોટ જિલ્લાના ચોટીલા તાલુકાના ખેરડી ગામના ખાચર પરિવારના મહાવીરભાઈ ખાચરના લગ્નની જાન ઘોડા પર પહોંચી હતી. જેને લઈને રજવાડી ઠાઠ સાથે ઘોડા પર સવાર થઈ જાન પહોંચતા આકર્ષણનું કેન્દ્ર બની હતી. રજવાડી પોશાક સાથે જાન લઇ પહોંચેલા વરરાજા ઉપર રૂપિયાનો વરસાદ પણ કરવામાં આવ્યો હતો.
હાલ સામાન્ય રીતે વરરાજાઓ મોંઘી કાર માં જાન લઇ પરણવા જતા હોય છે પરંતુ સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં હજુ પણ ઘોડા ઉપર જાન લઈ જવાની પરંપરા જાળવામાં આવી હતી.






